Drink

મેંગો ફ્રુટી બનાવવાની રીત

Published

on

મેંગો ફ્રુટી બનાવવાની રીત

આજે આપણે બનાવીશું બાળકોની ફેવરીટ મેંગો ફ્રૂટી એ પણ ઘરે. આ ફ્રૂટી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. ઘરની બનાવેલી ફ્રૂટી એસેન્સ કે પ્રીઝર્વેટીવ વગર ની હોય છે જે હેલ્થ માટે ઘણું સારું છે. તો ચાલો આ હોમમેડ ફ્રૂટી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ…

સામગ્રી :

૨ કપ પાકી કેરીના ટુકડા

૧/૨ કપ કાચી કેરી

૩/4 કપ ખાંડ

૩-4 કપ પાણી

રીત :

સૌ પ્રથમ એક કઢાઈમાં ૧/૨ કપ કાચી કેરી, ૨ કપ પાકી કેરી, ૩/4 કપ ખાંડ અને ૨ કપ પાણી ઉમેરીને ગરમ થવા દો.

હવે ૧૫ મિનીટ સુધી કાચી કેરી સરસ પોચી થાય ત્યાં સુધી હલાવતા રહો.

ત્યારબાદ ગેસ બંધ કરીને મિશ્રણને ગરણી વડે ગાળી લો અને પછી તે મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્ષ્ચર જાર માં કાઢી લો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને ક્રશ કરી લો.

હવે ક્રશ કરેલા મીશ્રણને ગરણી વડે ગાળી લો અને તેને પેહલા કાઢેલા પાણીમાં મિક્ષ કરી લો.

હવે મિશ્રણમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરોબર હલાવી લો.

તો તૈયાર છે મેંગો ફ્રુટી. જેને તમે ફ્રીજમાં મુકી ઠંડી કરીને સર્વે કરી શકો છો.  અને જો તમારે તરત જ સર્વ કરવું હોય તો તેમાં બરફ ઉમરી સર્વ કરી શકો. તેમજ આ મેંગો ફ્રુટીને તમે ૧૧૦ દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version