streetfood

ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ

Published

on

સ્ટ્રીટ ફૂટનું નામ આવે એટલે સૌથી પહેલા આપણને વડાપાંઉ યાદ આવે,vadapav આમ તો મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂટ છે,પરંતુ હવે તમને દરેક જગ્યા પર સરસ મજાનો વડાપાંઉ મળી જાય છે, એને હા એમા જ પાછું અલગ-અલગ વેરિએશન તો ખરા જ જેવા કે બટર વડાપાંઉ,ચીઝ વડા પાંઉ, બોમ્બે સ્ટાઇલ વડાપાંઉ પરંતું હવે જે વડાપાંઉ ખૂબ ફેમસ થયો છે એ છે ઉલ્ટા વડાપાંઉ.ઉલ્ટા વડાપાંવમાં સ્વાદ વડાપાંવનો જ પરંતું એક નાવ જ અંદાજમાં તો ચલો બનાવવતા સીખી લઇએ ઉલ્ટાપાંઉ

ઉલ્ટા વડાપાંઉ બનાવવાની સામગ્રી

ખીરૂ બનાવવા માટે

ચણાનો લોટ 1 બાઉલ

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરૂર મુજબ

બેકિંગ સોડા 1 ટી સ્પૂન

 

બટાકાનો માવો બનવવા માટે

2 ચમચી તેલ

½ ‘ટી સ્પુન જીરૂ

1 ચમચી

મીઠા લીમડાંના પાન

આદુ મરચાની પેસ્ટ 2 ચમચી

લસણ ½ ચમચી

હળદર ½ ચમચી

5 નંગ બાફેલા બટાકા

સ્વાદ પ્રમાણે મીઠું

ચાટ મસાલો ½ ચમચી

કિચન કિંગ 1 ચમચી

કોથમીર

અડધો લીંબુનો રસ

પાઉં

મીઠી ચટણી

તીખી ચટણી

ઉલ્ટા વડાપાંઉ બનાવવાની રીત

ખીરૂ બનાવવાની રીત

ઉલ્ટા વડાપાંઉ બનાવવા માટે એક મોટા બાઉલમાં એક 2કપ જેટલો ચણાનો લોટ ઉમેરો કરો

પછી તેમા સ્વાદઅનુસાર મીઠું ઉમેરો કરો

જરૂર મુજબ પાણી એડ કરી ખીરૂ બનાવી લો ( ધ્યાન રાખવાનું કે એક સાથે વધારે પાણી ના ઉમેરો)

ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો

ઉલ્ટા વડાંપાંઉનો માવો બનાવવાની રીત

માવો બનાવવા એક પેનમાં બે મોટી ચમચી તેલ લેવું

તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરૂ ઉમેરવું

પછી તેમા 1 ચમચી અડદની દાળ  ઉમેરવી

તેમા મીઠા લીમડાંના પાન ઉમેરવા

અડદની દાળ શેકાય એટલે તેમા 2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ એડ કરવી

પછી તેમા ½ ચમચી જીણું ચોપ કરેલું લસણ ઉમેરવું

પછી તેમા  હળદર 1 નાની ચમચી ઉમેરવી

બધોજ મસાલો શેકાય એટલે તેમા બાફેલા બટાકાનો માવો ઉમેરવો

તેમા મીંઠુ,ચાટમસાલો,કિચનકિંગ મસાલો એડ કરવો( કિચનકિંગના હોય તો ગરમમસાલો લઇ શકાય)

આ બધો જ મસાલો બરાબર શેકીને મિક્સ કરી લેવો

છેલ્લે તેમા જીણી સમારેલી કોથમીર ઉમેરો.

અને અડધા લીબુંનો રસ ઉમેરવો .

મસાલાને થોડો ઠંડો થવા દઇશું

મસાલો ઠંડો થાય એટલે આપણે ઉલ્ડા વડાપાંઉ બનાવવાની શરૂવાત કરીશું.

ઉલ્ડા વડાપાંઉ બનવવા માટે એક પાંઉ લેવો( પાંઉના હોય તો બ્રેડ પણ લઇ શકાય)

તેના ઉપર મીઠી ચટણી અને તીખી(લીલી ચટણી) અને વડાપાંઉની સૂકી ચટણી લગાવી

પછી પાંઉને બટાકાના માવાથી કવર કરી લેવો

પાંઉ કવર થઇ જાય એટલે જે ચણાના લોટનું ખીરૂ જે આપણે બનાવ્યું છે તેમા આપણે બેકિંગ સોડા એડ કરીશું.

બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકીશું

ખીરામાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું

પછી માવાવાળા પાંઉને ખીરાના ડીપ કરી તેને ગરમ તેલમાં મધ્યમ ગેસ પર તળી લઇશું

તળી લીધા પછી થોડુ ઠંડુ થાય એટલે એને ચાર પીસમાં કટ કરીલો

ઉલ્ડા વડાપાંઉને તીખીચટણી,મીઠી ચટણી અને વડાપાંઉની સૂકી ચટણી સાથે સર્વ કરો તો ત્યાર છે એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version