Drink

શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ બનાવવાની રીત

Published

on

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સમય દરમિયાન એવી વસ્તુઓ ખાવા પીવાનું વધારે મન થાય જે શરીરને ઠંડક આપે. ઉનાળાની સીઝનમાં કેરી બાદ જો કોઈ વસ્તુ સૌથી વધુ યાદ આવે તો તે છે શેરડીનો રસ, શેરડીનો રસ પીવા માટે લોકોની લાઈનો લાગેલી જોવા મળે છે. ત્યારે આજે તમને ઘરે શેરડી વિના શેરડીનો રસ બનાવવાની રીત જણાવીએ. આ શેરડીનો રસ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે અને મહેમાન ઘરે આવે અને તમે તેમને આ રસ પીવડાવશો તો તેમને ખબર પણ નહીં પડે કે આ શેરડી વિના બનાવેલો શેરડીનો રસ છે.

શેરડીનો રસ બનાવવાની સામગ્રી

  • 1 કપ – દેશી ગોળ
  • 1 કપ – પાણી
  • 1 મોટી ચમચી – આદુની પેસ્ટ
  • બરફના ટુકડા જરૂર અનુસાર
  • 10થી 15 – ફુદીનાના પાન
  • 2 ચમચી – લીંબુનો રસ
  • 1 ચમચી – ચાટ મસાલો
  • અડધી ચમચી – સંચળ પાવડર

શેરડીનો રસ બનાવવાની રીત

સૌ પ્રથમ એક મિક્સર જારમાં એક કપ ગોળ લેવો. ત્યારબાદ તેમાં 10થી 15 ફ્રેશ ફુદીનાના ઉમેરવા.
ગોળ અને ફુદીના સાથે તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરવો.
તેમાં એક મોટી ચમચી આદુની પેસ્ટ, એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરવો.
આ સાથે મીક્સર જારમાં 1 કપ પાણી ઉમેરવું.
બધી જ સામગ્રીને બરાબર ક્રશ કરી લેવી. 1 મિનિટ ક્રશ કર્યા બાદ તેમાં બરફના ટુકડા ઉમેરી બરાબર ક્રશ કરો.
બરફ સાથે ક્રશ કર્યા બાદ તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી બરફના ટુકડા સાથે સર્વ કરો.

શેરડીનો રસ બનાવવાના સ્ટેપ્સ

સૌ પ્રથમ એક મિક્સર જારમાં એક કપ ગોળ લેવો. ત્યારબાદ તેમાં 10થી 15 ફ્રેશ ફુદીનાના ઉમેરવા.

ગોળ અને ફુદીના સાથે તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરવો.


તેમાં એક મોટી ચમચી આદુની પેસ્ટ, એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરવો.


આ સાથે મીક્સર જારમાં 1 કપ પાણી ઉમેરવું.

બધી જ સામગ્રીને બરાબર ક્રશ કરી લેવી. 1 મિનિટ ક્રશ કર્યા બાદ તેમાં બરફના ટુકડા ઉમેરી બરાબર ક્રશ કરો. બરફ સાથે ક્રશ કર્યા બાદ તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી બરફના ટુકડા સાથે સર્વ કરો.

શેરડી વિના ઘરે શેરડીનો રસ બનાવવાનો વીડિઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version