DESERT

પરફેક્ટ માપ સાથે ઘરે બનાવો બહાર જેવા જ ટેસ્ટી કોપરાના લાડુ

Published

on

નાળિયેરના લાડુનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. આ મીઠાઈ એવી છે જેને નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. નાળિયેરના લાડુ મોટાભાગે સુકા કોપરામાંથી બને છે. આજે તમને ટેસ્ટી નાળિયેરના લાડુ ઘરે એકદમ સરળ રીતે અને ફટાફટ કેવી રીતે બનાવવા તે જણાવીએ. આ લાડુ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.

કોપરાના લાડુ બનાવવા માટેની સામગ્રી

કોપરાનું છીણ – અડધો કપ
ખાંડ – અડધો કપ
દૂધ – 1 કપ
ક્રીમ – 1 ચમચી
ગુલાબજળ – અડધી ચમચી

કોપરાના લાડુ બનાવવાની રીત

1. સૌ પ્રથમ એક બાઉલમાં નાળિયેરનું છીણ, દૂધ અને ખાંડ મીક્સ કરી તેને 15 મિનિટ ઢાંકીને રાખો.
2. ત્યારબાદ એક પેનમાં તૈયાર કરેલું મીશ્રણ લઈ તેને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
3. મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેમાં મલાઈ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
4. તેમાં ગુલાબજળ ઉમેરી બરાબર મિક્સ કરો.
5. મિશ્રણ છુટુ પડવા લાગે એટલે ગેસ બંધ કરી તેને પ્લેટમાં કાઢી ઠંડુ કરી લેવું.
6. મિશ્રણ ઠંડુ થાય પછી હથેળી ઘી વાળી કરી તેના લાડુ તૈયાર કરી લેવા.
7. લાડુને ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરી સર્વ કરો.

કોપરાના લાડુ બનાવવાના સ્ટેપ્સ


સૌ પ્રથમ એક બાઉલમાં નાળિયેરનું છીણ, દૂધ અને ખાંડ મીક્સ કરી તેને 15 મિનિટ ઢાંકીને રાખો.


ત્યારબાદ એક પેનમાં તૈયાર કરેલું મીશ્રણ લઈ તેને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.


મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેમાં મલાઈ ઉમેરો અને બરાબર મિક્સ કરો.


તેમાં ગુલાબજળ ઉમેરી બરાબર મિક્સ કરો.


મિશ્રણ છુટુ પડવા લાગે એટલે ગેસ બંધ કરી તેને પ્લેટમાં કાઢી ઠંડુ કરી લેવું.


મિશ્રણ ઠંડુ થાય પછી હથેળી ઘી વાળી કરી તેના લાડુ તૈયાર કરી લેવા.


લાડુને ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરી સર્વ કરો.

કોપરાના લાડુ બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version