DESERT

દૂધની ડેરી જેવો ડ્રાયફ્રૂટ મઠો ઘરે બનાવવાની પરફેકટ રીત

Published

on

ગરમીની સીઝનમાં જો બપોરે જમવામાં ઠંડો ઠંડો મઠ્ઠો મળી જાય તો બીજું શું જોઈએ ? પણ તકલીફ એ હોય છે કે મઠ્ઠો ડેરીમાંથી લાવવો પડે છે. વારંવાર મઠ્ઠો ખાવાની ઈચ્છા થતી હોય તો દર વખતે બજારમાંથી લાવવો શક્ય ન બને. તો આજે તમારી આ સમસ્યાનું સમાધાન તમને જણાવીએ. તમે ઘરે જ થોડી જ મિનિટોમાં ડેરી જેવો જ મસ્ત ડ્રાયફ્રુટ મઠ્ઠો બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો મઠો બનાવવાની રીત.

ડ્રાયફ્રૂટ મઠો બનાવવાની સામગ્રી

દહીં – 400 ગ્રામ
બુરું ખાંડ – 3 ચમચી
મિલ્ક પાવડર – 2 ચમચી
એલચી પાવડર – અડધી ચમચી
રોસ્ટેડ ડ્રાયફ્રુટ – 2 ચમચી
કેસર – 15થી 20 તાંતણા દૂધમાં પલાળેલા

નોંધ – મઠ્ઠા માટેનું દહીં જામી જાય એટલે તેને ગરણીમાં મલમલનું કપડું રાખી 5થી 6 કલાક માટે પાણી નીતારવા માટે રાખવું. દહીંને આ પ્રોસેસ દરમિયાન ફ્રીઝમાં રાખવું જેથી તે ખાટું ન થઈ જાય.

ડ્રાયફ્રૂટ મઠો બનાવવાની રીત

1. એક મિક્સીંગ બાઉલમાં દહીંનો તૈયાર કરેલો મસ્કો લેવો.
2. તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરો અને મિક્સ કરો.
3. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો.
4. તેમાં એલચી પાવડર, દૂધમાં પલાળેલું કેસર ઉમેરો.
5. આ મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરો, ડ્રાયફ્રુટમાં બદામ, કાજુ અને કિસમિશ ઉમેરો.
6. બધી જ સામગ્રીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે એકરસ ન થઈ જાય.
7. ત્યારબાદ મઠ્ઠાને ઠંડો કરી સર્વ કરો.

ડ્રાયફ્રૂટ મઠો બનાવવાના સ્ટેપ્સ

એક મિક્સીંગ બાઉલમાં દહીંનો તૈયાર કરેલો મસ્કો લેવો.


તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરો અને મિક્સ કરો.


ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો.


તેમાં એલચી પાવડર, દૂધમાં પલાળેલું કેસર ઉમેરો.


આ મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરો, ડ્રાયફ્રુટમાં બદામ, કાજુ અને કિસમિશ ઉમેરો.


બધી જ સામગ્રીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે એકરસ ન થઈ જાય.


ત્યારબાદ મઠ્ઠાને ઠંડો કરી સર્વ કરો.

ડ્રાયફ્રૂટ મઠો બનાવવાના વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version