sweet dish

3 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ કોપરાના લાડુ

Published

on

જો ઘરમાં મીઠાઈ ખાવાના શોખીન કોઈ હોય તો તેને થોડા થોડા દિવસે મીઠી વસ્તુ ખાવા જોઈતી હોય છે. તેવામાં તમે ઝટપટ બની જાય તેવી કઈ મીઠાઈ બનાવવી તેના વિશે વારંવાર વિચારતા હોય તો આજે તમને ખૂબ જ સરળ રીતે કોપરાના લાડુ કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ. આ સ્વાદિષ્ટ લાડુ ખૂબ જ સરળતાથી ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તો ફટાફટ નોંધી લો આ વાનગીની રીત.

કોપરાના લાડુ માટેની સામગ્રી

કોપરાનું છીણ – અડધો કપ
ખાંડ – અડધો કપ
દૂધ – 1 કપ દૂધ
મલાઈ – 1 ચમચી
ગુલાબજળ

કોપરાના લાડુ બનાવવાની રીત

1. સૌથી પહેલા એક બાઉલમાં દૂધ, ખાંડ અને કોપરાનું છીણ મિક્સ કરી તેને 20 મિનિટ રેસ્ટ આપો.
2. હવે એક પેન ગરમ કરવા મુકો અને તેમાં તૈયાર કરેલું કોપરાનું મિશ્રણ ઉમેરો.
3. તૈયાર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા હલાવતાં ધીમા મધ્યમ તાપે શેકો.
4. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં મલાઈ ઉમેરી બરાબર હલાવો.
5. તેમાં 2થી 3 ટીપાં ગુલાબજળ ઉમેરો.
6. મિશ્રણ જ્યારે સાઈડ છોડવા લાગે ત્યારે તેને ડીશમાં કાઢી 30 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા દો.
7. તૈયાર કરેલા મિશ્રણમાંથી ઘીવાળો હાથ કરી નાના લાડુ તૈયાર કરી ફરીથી 5 મિનિટ માટે તેને ફ્રીજમાં સેટ થવા મુકો.
8. ત્યારબાદ ગુલાબના સુકા પાન વડે ડેકોરેટ કરી સર્વ કરો.

કોપરાના લાડુ બનાવવાની સ્ટેપ્સ

સૌથી પહેલા એક બાઉલમાં દૂધ, ખાંડ અને કોપરાનું છીણ મિક્સ કરી તેને 20 મિનિટ રેસ્ટ આપો.


હવે એક પેન ગરમ કરવા મુકો અને તેમાં તૈયાર કરેલું કોપરાનું મિશ્રણ ઉમેરો.


તૈયાર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા હલાવતાં ધીમા મધ્યમ તાપે શેકો.


મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં મલાઈ ઉમેરી બરાબર હલાવો.


તેમાં 2થી 3 ટીપાં ગુલાબજળ ઉમેરો.


મિશ્રણ જ્યારે સાઈડ છોડવા લાગે ત્યારે તેને ડીશમાં કાઢી 30 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા દો.


તૈયાર કરેલા મિશ્રણમાંથી ઘીવાળો હાથ કરી નાના લાડુ તૈયાર કરી ફરીથી 5 મિનિટ માટે તેને ફ્રીજમાં સેટ થવા મુકો.


ત્યારબાદ ગુલાબના સુકા પાન વડે ડેકોરેટ કરી સર્વ કરો.

કોપરાના લાડુ બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version