sweet dish

ગળ્યા ઘૂઘરા બનાવવાની રીત

Published

on

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દરેક ઘરમાં સાફ-સફાઈ પછી તૈયારીઓ શરુ થઈ ચુકી હશે મીઠાઈ અને ફરસાણ બનાવવાની. તો આ દિવાળી પર તમે પણ કંઈ અલગ અને ખાસ બનાવવા માંગો છો તો ચાલો તમને જણાવીએ સૌને ભાવે એવા અને ગુજરાતની ટ્રેડિશનલ કહેવાતી વાનગી ઘુઘરા બનાવવાની રીત. આ માપ સાથે તમે પણ એકદમ ટેસ્ટી ઘુઘરા બનાવી શકો છો.

ઘુઘરા બનાવવાની સામગ્રી

ઘી – 4 ચમચી
મોળો માવો – અડધો કપ
દૂધ – લોટ બાંધવા માટે
મેંદો – 1 કપ
ખાંડનો પાવડર – 3/4 કપ
રવો – 1 વાટકી
કાજૂ- 5થી 6
બદામની કતરણ – 4થી 5
કીસમીસ- 8થી 10 નંગ
કોપરાની છીણ – અડધો કપ
એલચી પાવડર – પા ચમચી

ઘુઘરા બનાવવાની રીત

1. સૌથી પહેલા મોળા માવાને ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી એક પ્લેટમાં કાઢી લો.
2. એક પેનમાં 4 ચમચી ઘી ઉમેરો અને તેમાં રવો ઉમેરી તેને પણ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.
3. રવો શેકાઈ જાય પછી તેમાં કોપરાનું છીણ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો.
4. હવે આ મિશ્રણમાં એલચી પાવડર, કાજુ, બદામ, દ્રાક્ષ ઉમેરો અને 5 મિનિટ તેને શેકી ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો.
5. એક વાસણમાં મેંદો લેવો અને તેમાં મોણ માટે 2 ચમચી ઘી ઉમેરો અને દૂધથી લોટ બાંધો. લોટને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.
6. હવે રવાના પૂરણમાં શેકેલો માવો અને ખાંડનો પાવડર ઉમેરી મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
7. હવે તૈયાર કરેલા લોટમાંથી નાની નાની પુરી વણી લેવી. અને આ પુરીમાં એક એક ચમચી પુરણ ભરવું.
8. પુરણ ભર્યા પછી સાઈડમાંથી ફોલ્ડ કરી ચપટી વડે ઘુઘરાને સીલ કરી દો.
9. તૈયાર કરેલા ઘુઘરાને ગરમ ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ઘુઘરા બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા મોળા માવાને ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી એક પ્લેટમાં કાઢી લો.


એક પેનમાં 4 ચમચી ઘી ઉમેરો અને તેમાં રવો ઉમેરી તેને પણ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.


રવો શેકાઈ જાય પછી તેમાં કોપરાનું છીણ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો.


હવે આ મિશ્રણમાં એલચી પાવડર, કાજુ, બદામ, દ્રાક્ષ ઉમેરો અને 5 મિનિટ તેને શેકી ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો.


એક વાસણમાં મેંદો લેવો અને તેમાં મોણ માટે 2 ચમચી ઘી ઉમેરો અને દૂધથી લોટ બાંધો. લોટને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.


હવે રવાના પૂરણમાં શેકેલો માવો અને ખાંડનો પાવડર ઉમેરી મિશ્રણને બરાબર મિક્સ કરી લો.


હવે તૈયાર કરેલા લોટમાંથી નાની નાની પુરી વણી લેવી. અને આ પુરીમાં એક એક ચમચી પુરણ ભરવું.


પુરણ ભર્યા પછી સાઈડમાંથી ફોલ્ડ કરી ચપટી વડે ઘુઘરાને સીલ કરી દો.


તૈયાર કરેલા ઘુઘરાને ગરમ ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ઘુઘરા બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version