main course
હોટેલ જેવી ટેસ્ટી દાલફ્રાય ઘરે બનાવવાની રીત
દાળમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. દરેક ગુજરાતી ઘરમાં રોજ દાળ બને છે. આ દાળ અલગ અલગ હોય છે. દાળ આપણા દૈનિક આહારની મહત્વની વાનગી છે. આજ સુધી તમે ઘરે સાદી દાળ તો ઘણીવખત ખાધી હશે પરંતુ દાલ ફ્રાય જ્યારે બહાર જમવા જવાનું થાય ત્યારે જ ખાતા હશો. કારણ કે ઘરે રેસ્ટોરન્ટ જેવી દાળ બનતી નથી… જો કે તમારી સાથે આવું હવે નહીં થાય. આજે તમને રેસ્ટોરન્ટ જેવી જ દાલ ફ્રાય ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ.
દાલફ્રાય બનાવવાની સામગ્રી
તુવેર દાળ – અડધો કપ
ચણાની દાળ – પા વાટકી
મસુરની દાળ – 3 ચમચી
ટમેટા ઝીણા સમારેલા
ઝીણી સમારેલી ડુંગળી
લસણ ઝીણું સમારેલું – 2 ચમચી
લીલા મરચાંની પેસ્ટ
સુકુ લાલ મરચું – 1
ગરમ મસાલો – 1 ચમચી
લાલ મરચું પાવડર – 2 ચમચી
હળદર
મીઠું સ્વાદ અનુસાર
તેલ – 5 ચમચી
કસૂરી મેથી – 1 ચમચી
ધાણાજીરું – અડધી ચમચી
જીરું – એક નાની ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
સ્મોકી ફ્લેવર આપવા માટે કોલસો
દાલફ્રાય બનાવવાની રીત
1. સૌથી પહેલા એક પેન ગરમ મુકી તેમાં 4થી 5 મોટી ચમચી તેલ ગરમ મુકવું. તેમાં સુકુ લાલ મરચું, જીરું અને લસણ તેમજ લીલા મરચાં ઉમેરી બરાબર સાંતળો.
2. સાંતળેલા લસણમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, કસુરી મેથી અને ટામેટા ઉમેરી બરાબર મીક્સ કરો.
3. ત્રણેય પ્રકારની દાળને 30 મિનિટ પાણીમાં પલાળી તેને બરાબર ધોઈ અને કુકરમાં હળદર,મીઠું ઉમેરી બાફી લેવી. ત્યારબાદ તેને તૈયાર કરેલા મસાલામાં ઉમેરવી.
4. દાળને પાતળી કરવા માટે જરૂર અનુસાર પાણી ઉમેરી 15 મિનિટ કુક કરો. ત્યારબાદ કોલસાને ગરમ કરો.
5. દાળમાં એક વાટકી મુકી તેમાં કોલસો મુકી તેમાં ઘી રેડી ઢાંકી દો. 5 મિનિટ પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો.
6. દાળને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર વઘાર કરવો. ( વઘાર માટે તેલમાં જીરું સાંતળી તેમાં લસણ, લાલ મરચું ઉમેરી વઘાર કરવો )
દાલફ્રાય બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક પેન ગરમ મુકી તેમાં 4થી 5 મોટી ચમચી તેલ ગરમ મુકવું. તેમાં સુકુ લાલ મરચું, જીરું અને લસણ તેમજ લીલા મરચાં ઉમેરી બરાબર સાંતળો.
સાંતળેલા લસણમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, કસુરી મેથી અને ટામેટા ઉમેરી બરાબર મીક્સ કરો.
ત્રણેય પ્રકારની દાળને 30 મિનિટ પાણીમાં પલાળી તેને બરાબર ધોઈ અને કુકરમાં હળદર,મીઠું ઉમેરી બાફી લેવી. ત્યારબાદ તેને તૈયાર કરેલા મસાલામાં ઉમેરવી.
દાળને પાતળી કરવા માટે જરૂર અનુસાર પાણી ઉમેરી 15 મિનિટ કુક કરો. ત્યારબાદ કોલસાને ગરમ કરો.
દાળમાં એક વાટકી મુકી તેમાં કોલસો મુકી તેમાં ઘી રેડી ઢાંકી દો. 5 મિનિટ પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો.
દાળને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર વઘાર કરવો. ( વઘાર માટે તેલમાં જીરું સાંતળી તેમાં લસણ, લાલ મરચું ઉમેરી વઘાર કરવો )
દાલફ્રાય બનાવવાનો વીડિયો