instant masala
બહાર જેવો જ સાંભાર મસાલો ઘરે બનાવવાની પરફેકટ રીત
સાઉથ ઈંડિયન ફુડ નાના-મોટા સૌ કોઈને ભાવે છે. તમે ઘરે ઢોસા, ઈડલી, મેંદુવડા, અપમ જેવી વાનગી બનાવતા હશો આ બધી જ વાનગી સાથે સાંભાર પીરસવામાં આવે છે. ઘરે સાંભાર તો બને છે પરંતુ તેમાં પડતો મસાલો રેડી મેડ હોય છે. મોટાભાગે ગૃહિણીઓ બહારથી તૈયાર મસાલો લઈ તેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે. કારણ કે આજે તમને જણાવીએ કે ઘરે સાંભાર મસાલો કેવી રીતે બનાવવો. આ મસાલો તમે ફટાફટ બનાવી શકો છો અને તેને બનાવી સ્ટોર પણ કરી શકો છો.
સાંભાર મસાલો બનાવવાની સામગ્રી
તમાલ પત્ર – 1
આખું લાલ મરચું – 1
મેથીના દાણા – અડધી ચમચી
આખા ધાણા – 2 ચમચી
જીરું – દોઢ ચમચી
તજ – એક ટુકડો
લવિંગ – 4 નંગ
મરી – 7થી 8 દાણા
એલચો – 1
ચણાની દાળ – 2 ચમચી
અડદની દાળ – 2 ચમચી
તેલ
સાંભાર મસાલો બનાવવાની રીત
1. પા ચમચી તેલ લેવું અને તેમાં તમાલપત્ર અને મરચું ઉમેરવું.
2, ત્યારબાદ તેમાં લવિંગ, તજ, એલચો, મરી, અડદની દાળ, સુકા ધાણા, જીરું, ચણાની દાળ ઉમેરવી
3. મસાલાને ધીમા તાપે ત્યાં સુધી શેકવા જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે.
4. મસાલો શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવો અને 10 મિનિટ ઠંડુ થવા દેવું.
5. મસાલાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવો.
6. ક્રશ કરેલો મસાલો ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.
સાંભાર મસાલો બનાવવાના સ્ટેપ્સ
પા ચમચી તેલ લેવું અને તેમાં તમાલપત્ર અને મરચું ઉમેરવું.
ત્યારબાદ તેમાં લવિંગ, તજ, એલચો, મરી, અડદની દાળ, સુકા ધાણા, જીરું, ચણાની દાળ ઉમેરવી
મસાલાને ધીમા તાપે ત્યાં સુધી શેકવા જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે.
મસાલો શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવો અને 10 મિનિટ ઠંડુ થવા દેવું.
મસાલાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવો.
ક્રશ કરેલો મસાલો ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.
સાંભાર મસાલો બનાવવાનો વીડિયો