snacks
બાળકોની ફેવરીટ ચીઝ મેક્રોની બનાવવાની રીત
ચીઝથી ભરપૂર મેક્રોનીનું નામ આવે એટલે નાના-મોટા સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. જો તમારા ઘરમાં પણ મેક્રોની ખાવી બધાને પસંદ છે તો આજે તમને જણાવીએ ઘરે ફટાફટ ચીઝ મેક્રોની કેવી રીતે બનાવવી તેની રીત.
ચીઝ મેક્રોની બનાવવાની સામગ્રી
બાફેલી મેક્રોની- એક બાઉલ
ઝીણી સમારેલી ડુંગળી – એક કપ
ફ્લાવર, કેપ્સીકમ ઝીણા સમારેલા – અડધો કપ
ટામેટા – અડધું ઝીણું સમારેલું
આદુ, મરચાં, લસણની પેસ્ટ – એક મોટી ચમચી
સેઝવાન ચટણી – દોઢ ચમચી
રેડ ચીલી સોસ – અડધી વાટકી
ગ્રીન ચીલી સોસ – અડધો વાટકી
સોયા સોસ – 2 ચમચી
ચીઝ – જરૂર અનુસાર
બટર – એક મોટી ચમચી
તેલ – એક ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
ચીઝ મેક્રોની બનાવવાની રીત
1. એક પેનમાં બટર ગરમ કરવું અને તેમાં તેલ ઉમેરી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ સાંતળવી.
2. તેમાં ડુંગળી, અડધું ટમેટું ઝીણું સમારેલું અને અડધો કપ ફ્લાવર અને કેપ્સીકમ ઉમેરવા. ત્યારબાદ બધી વસ્તુમાં પાણી ઉમેરી તેને ઢાંકી અને બાફી લેવા.
3. શાકભાજીમાં ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન ચટણી, સોયા સોસ અને મીઠું ઉમેરવું.
4. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મીક્સ કરવું. ત્યારબાદ તેમાં મેક્રોની ઉમેરવી.
5. મેક્રોની એડ કરી ગેસ ઓફ કરી ઉપરથી કોથમીર અને ચીઝ છીણી ઉમેરવું.
6. રેડી કરેલી મેક્રોનીને ગરમા ગરમ સર્વ કરો.
7. સર્વ કરતી વખતે તેના ઉપર ચીઝ એડ કરી સર્વ કરો.
ચીઝ મેક્રોની બનાવવાના સ્ટેપ્સ
એક પેનમાં બટર ગરમ કરવું અને તેમાં તેલ ઉમેરી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ સાંતળવી.
તેમાં ડુંગળી, અડધું ટમેટું ઝીણું સમારેલું અને અડધો કપ ફ્લાવર અને કેપ્સીકમ ઉમેરવા. ત્યારબાદ બધી વસ્તુમાં પાણી ઉમેરી તેને ઢાંકી અને બાફી લેવા.
શાકભાજીમાં ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન ચટણી, સોયા સોસ અને મીઠું ઉમેરવું.
ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મીક્સ કરવું. ત્યારબાદ તેમાં મેક્રોની ઉમેરવી.
મેક્રોની એડ કરી ગેસ ઓફ કરી ઉપરથી કોથમીર અને ચીઝ છીણી ઉમેરવું.
રેડી કરેલી મેક્રોનીને ગરમા ગરમ સર્વ કરો.
સર્વ કરતી વખતે તેના ઉપર ચીઝ એડ કરી સર્વ કરો.
ચીઝ મેક્રોની બનાવવાનો વીડિયો