DESERT

ગરમીમાં ઘરે ફટાફટ બનાવો ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી

Published

on

ઉનાળાની શરુઆત થાય એટલે દરેક ઘરના ફ્રીઝર આઈસક્રીમ, કુલ્ફી, કેન્ડીથી ભરાઈ જતા હોય છે. કારણ કે આ સમય દરમિયાન બાળકો પણ આઈસક્રીમ ખાવાની ડીમાન્ડ કોઈપણ સમયે કરે છે. તેવામાં આજે તમને એકદમ ઝટપટ અને ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી બનતી ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી બનાવવાની રીત જણાવીએ. આ રીતે કુલ્ફી ઝડપથી બને પણ છે અને ટેસ્ટી પણ લાગે છે.

ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી માટે સામગ્રી
બ્રેડ – 3 સ્લાઈસ
દૂધ – દોઢ કપ
ખાંડ – અડધો કપ
પીસ્તા – 6થી 7 નંગ
મલાઈ – 1 કપ
કેસરનું દૂધ – અડધો કપ
કાજુ બદામ – 8થી 10 નંગ
એલચી પાવડર – જરૂર અનુસાર

ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીની રીત
1. સૌથી પહેલા એક મિક્સર જારમાં કાજુ-બદામ, પીસ્તા અને ખાંડ લેવા અને તેને બરાબર પીસી લેવું.
2. ત્યારબાદ બ્રેડના નાના નાના પીસ કરી દેવા. (વાઈડ બ્રેડ જ લેવી અને તેની સાઈડની કિનારી કાઢી લેવી.)
3. ટુકડા કરેલી બ્રેડને ખાંડના મિશ્રણમાં ઉમેરવી.
4. ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરવું અને પેસ્ટ તૈયાર કરી લેવી.
5. મિક્સરમાં કેસરનું દૂધ ઉમેરવું અને ઘરની મલાઈ 4 ચમચી ઉમેરવી. ( મલાઈને બદલે ક્રીમ અથવા કન્ડેન્સ્ટ મિલ્ક ઉમેરી શકાય છે.)
6. ત્યારબાદ બાકી બચેલું દૂધ અને એલચી પાવડર ઉમેરી ફરીથી બધી સામગ્રીને મિક્સરમાં ચર્ન કરી લેવી.
7. તૈયાર કરેલા મિશ્રણને નાની માટીની મટકીમાં ભરી દેવું અને સિલ્વર ફોઈલથી ઢાંકી તેને ફ્રીઝરમાં મુકી દેવું.
8. 7 કલાક અથવા ઓવર નાઈટ કુલ્ફીને જામવા દેવી અને સર્વ કરતી વખતે પીસ્તાની કતરણ ઉમેરી.

ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીના સ્ટેપ્સ


સૌથી પહેલા એક મિક્સર જારમાં કાજુ-બદામ, પીસ્તા અને ખાંડ લેવા અને તેને બરાબર પીસી લેવું.


ત્યારબાદ બ્રેડના નાના નાના પીસ કરી દેવા. (વાઈડ બ્રેડ જ લેવી અને તેની સાઈડની કિનારી કાઢી લેવી.)


ટુકડા કરેલી બ્રેડને ખાંડના મિશ્રણમાં ઉમેરવી.


ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરવું અને પેસ્ટ તૈયાર કરી લેવી.


મિક્સરમાં કેસરનું દૂધ ઉમેરવું અને ઘરની મલાઈ 4 ચમચી ઉમેરવી. ( મલાઈને બદલે ક્રીમ અથવા કન્ડેન્સ્ટ મિલ્ક ઉમેરી શકાય છે.)


ત્યારબાદ બાકી બચેલું દૂધ અને એલચી પાવડર ઉમેરી ફરીથી બધી સામગ્રીને મિક્સરમાં ચર્ન કરી લેવી.


તૈયાર કરેલા મિશ્રણને નાની માટીની મટકીમાં ભરી દેવું અને સિલ્વર ફોઈલથી ઢાંકી તેને ફ્રીઝરમાં મુકી દેવું.


7 કલાક અથવા ઓવર નાઈટ કુલ્ફીને જામવા દેવી અને સર્વ કરતી વખતે પીસ્તાની કતરણ ઉમેરી.

ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version