DESERT

તહેવારમાં ઘરે બનાવો બેસનના મોહનથાળ, નોંધી પરફેક્ટ માપ સાથેની રીત

Published

on

મોહનથાળ એ પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે તહેવાર દરમિયાન મોટાભાગના ગુજરાતીઓના ઘરોમાં બને છે. પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ઘરે મોહનથાળ એકદમ સોફ્ટ બનતો નથી. તો ચાલો આજે તમારી આ ફરિયાદ દુર કરી દઈએ અને જણાવીએ પરફેક્ટ માપ સાથેની સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત.

મોહનથાળ બનાવવા માટેની સામગ્રી


બેસન – 2 કપ
ખાંડ – સવા કપ
ઘી – 1 કપ
દૂધ – 1 કપ
કેસર – 10 થી 12 તાંતણા
એલચીનો પાવડર – જરૂર અનુસાર
બદામની કતરણ – ડેકોરેટ કરવા માટે

મોહનથાળ બનાવવાની રીત
1. એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં 3 ચમચી ઘી અને 6 ચમચી દૂધ ઉમેરો
2. બેસનને હળવા હાથે મિક્સ કરી બાઉલમાં હથેળીની મદદથી દબાવી લો. અને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.
3. 15 મિનિટ પછી લોટને બરાબર ચાળી લો. આમ કરવાથી દાણાદાર લોટ તૈયાર થશે.
4. એક પેનમાં 1 કપ ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.
5. બીજા એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી ઉકાળવા મુકો.
6. ખાંડ ઓગળે એટલે તેમાં કેસરના તાંતણા ઉમેરો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો.
7. લોટ શેકાઈ જાય અને તેનો રંગ બદલી જાય એટલે તેમાં તૈયાર કરેલી ચાસણી ધીરેધીરે ઉમેરી બરાબર મિક્સ કરો.
8. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને 1 ચમચી દૂધ ઉમેરો.
9. તૈયાર કરેલા મિશ્રણને મોહનથાળના મોલ્ડમાં ભરી તેને બદામની કતરણથી ગાર્નિસ કરો.
10. મોહનથાળ ઠંડો થાય પછી તેને અનમોલ્ડ કરી મનપસંદ આકારમાં કટ કરી સર્વ કરો.

મોહનથાળ બનાવવાના સ્ટેપ્સ


એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં 3 ચમચી ઘી અને 6 ચમચી દૂધ ઉમેરો


બેસનને હળવા હાથે મિક્સ કરી બાઉલમાં હથેળીની મદદથી દબાવી લો. અને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.


15 મિનિટ પછી લોટને બરાબર ચાળી લો. આમ કરવાથી દાણાદાર લોટ તૈયાર થશે.


એક પેનમાં 1 કપ ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.


બીજા એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી ઉકાળવા મુકો.


ખાંડ ઓગળે એટલે તેમાં કેસરના તાંતણા ઉમેરો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો.


લોટ શેકાઈ જાય અને તેનો રંગ બદલી જાય એટલે તેમાં તૈયાર કરેલી ચાસણી ધીરેધીરે ઉમેરી બરાબર મિક્સ કરો.


ત્યારબાદ તેમાં એલચી પાવડર અને 1 ચમચી દૂધ ઉમેરો.


તૈયાર કરેલા મિશ્રણને મોહનથાળના મોલ્ડમાં ભરી તેને બદામની કતરણથી ગાર્નિસ કરો.


મોહનથાળ ઠંડો થાય પછી તેને અનમોલ્ડ કરી મનપસંદ આકારમાં કટ કરી સર્વ કરો.

મોહનથાળ બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version