DESERT
માત્ર 10 જ મિનિટમાં ઘરે બનાવો ટેસ્ટી Kitkat Brownie
બ્રાઉની એવી વસ્તુ છે જે ફક્ત બાળકોને જ નહીં પરંતુ મોટા લોકોને પણ ભાવે છે. બ્રાઉનીનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ જ્યારે પણ બ્રાઉની ખાવાની ઈચ્છા થાય તો બહાર જ જવું પડે છે એટલે તો ઘણીવાર મન મારવું પણ પડે છે. પરંતુ હવે આવું નહીં કરવું પડે. કારણ કે આજે તમને ઘરે બ્રાઉની કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ. આ રીતે તમે ઘરે ઝટપટ કીટકેટ બ્રાઉની બનાવી શકો છો.
કીટકેટ બ્રાઉની માટેની સામગ્રી
ડાર્ક ચોકલેટ – 100 ગ્રામ
મેંદો – 1/4 કપ
બટર – 1 ચમચી
દૂધ – 1/4 કપ
ખાંડ – 3 ચમચી ( પાવડર )
કીટકેટ – 4 સ્લાઈસ ટુકડા કરેલી
કોકો પાવડર – 1/8 કપ
બેકીંગ પાવડર – 1/8 ચમચી
કીટકેટ બ્રાઉની બનાવવાની રીત
1. સૌથી પહેલા એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લેવી તેમાં બટર અને દૂધ ઉમેરી તેને 1 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકવું. ત્યારબાદ તેને બહાર કાઢી મીક્સ કરવું. જો માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ડબલ બોઈલરની મદદથી આ પ્રોસેસ કરવી.
2. ત્યારબાદ ચોકલેટના બેટરમાં મેંદો, કોકો પાવડર ઉમેરવા અને બરાબર મિક્સ કરવા. તેમાં ખાંડનો પાવડર અને બેકીંગ પાવડર પણ ઉમેરી દેવા.
3. બધી સામગ્રી મિક્સ કરી બેટરને એકરસ કરી લેવું. બેટરમાં કીટકેટના ટુકડા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવા.
4. હવે બેકીંગ મોલ્ડ લેવું તેમાં બટર લગાવી અને બટર પેપર મુકી તેમાં તૈયાર કરેલું બ્રાઉનીનું બેટર ઉમેરવું.
5. બ્રાઉનીને 170 ડીગ્રી પર 15 મિનિટ માટે માઈક્રોવેવમાં બેક કરવા મુકવી.
6. બ્રાઉની બેક થઈ જાય પછી તેને બહાર કાઢી ટુથપીકની મદદથી ચેક કરી 1 કલાક માટે ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરવી.
7. રેડી કરેલી બ્રાઉનીને ડેકોરેટ કરવા માટે મિલ્ક કંપાઉન્ડને મેલ્ટ કરી પાઈપીંગ બેગમાં ભરી લેવું. ત્યારબાદ તેને બ્રાઉની પર ઝીકઝેક આકારમાં સ્પ્રેડ કરવું અને કીટકેટથી ડેકોરેટ કરવી.
કીટકેટ બ્રાઉની બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લેવી તેમાં બટર અને દૂધ ઉમેરી તેને 1 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકવું. ત્યારબાદ તેને બહાર કાઢી મીક્સ કરવું. જો માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ડબલ બોઈલરની મદદથી આ પ્રોસેસ કરવી.
ત્યારબાદ ચોકલેટના બેટરમાં મેંદો, કોકો પાવડર ઉમેરવા અને બરાબર મિક્સ કરવા. તેમાં ખાંડનો પાવડર અને બેકીંગ પાવડર પણ ઉમેરી દેવા.
બધી સામગ્રી મિક્સ કરી બેટરને એકરસ કરી લેવું. બેટરમાં કીટકેટના ટુકડા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવા.
હવે બેકીંગ મોલ્ડ લેવું તેમાં બટર લગાવી અને બટર પેપર મુકી તેમાં તૈયાર કરેલું બ્રાઉનીનું બેટર ઉમેરવું.
બ્રાઉનીને 170 ડીગ્રી પર 15 મિનિટ માટે માઈક્રોવેવમાં બેક કરવા મુકવી.
બ્રાઉની બેક થઈ જાય પછી તેને બહાર કાઢી ટુથપીકની મદદથી ચેક કરી 1 કલાક માટે ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરવી.
રેડી કરેલી બ્રાઉનીને ડેકોરેટ કરવા માટે મિલ્ક કંપાઉન્ડને મેલ્ટ કરી પાઈપીંગ બેગમાં ભરી લેવું. ત્યારબાદ તેને બ્રાઉની પર ઝીકઝેક આકારમાં સ્પ્રેડ કરવું અને કીટકેટથી ડેકોરેટ કરવી.
કીટકેટ બ્રાઉની બનાવવાનો વીડિયો