instant masala
પંજાબી શાક માટેનો મસાલો બનાવવાની રીત
મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે તે ઘરે પંજાબી શાક બનાવીએ તો બહાર જેવો ટેસ્ટ આવતો નથી. આ ટેસ્ટ ન આવવાનું કારણ હોય છે તેનો મસાલો. કોઈપણ પંજાબી શાક હોય તેનો સ્વાદ તેના મસાલાના કારણે વધે છે. તો આજે તમને બધા જ પ્રકારની પંજાબી શાકમાં ઉપયોગમાં આવે તો પંજાબી મસાલો બનાવતા શીખવાડીએ. આ મસાલો તમે બનાવી સ્ટોર પણ કરી શકો છો.
મસાલો બનાવવાની સામગ્રી
સીંગદાણા – 100 ગ્રામ
તલ – 20 ગ્રામ
આદુ – 1 ઈંચનો ટુકડો
લીલા મરચાં – 2
લસણ – 2 કળી
તજ – 2 મોટા ટુકડા
લવિંગ – 5
મોળી સેવ – અડધી વાટકી (મોળી સેવ ન હોય તો ચણાના લોટને તેલમાં શેકી ઉપયોગમાં લેવો)
મરચું પાવડર – 1 મોટી ચમચી
હળદર – અડધી ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
મસાલો બનાવવાની રીત
1. એક મિક્સર જારમાં સીંગદાણા અને તેલ લેવા.
2. તેમાં મરચાં, આદુનો ટુકડો અને લસણ ઉમેરો.
3. તેમાં તજ, લવિંગ અને મોળી સેવ ઉમેરો.
4. તેમાં મરચું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
5. બધી સામગ્રીને બરાબર ચર્ન કરો અને બારીક પીસી લો.
6. આ મસાલાને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. શાકમાં તેનો જરૂર અનુસાર ઉપયોગ કરો.
મસાલો બનાવવાના સ્ટેપ્સ
એક મિક્સર જારમાં સીંગદાણા અને તેલ લેવા.
તેમાં મરચાં, આદુનો ટુકડો અને લસણ ઉમેરો.
તેમાં તજ, લવિંગ અને મોળી સેવ ઉમેરો.
તેમાં મરચું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
બધી સામગ્રીને બરાબર ચર્ન કરો અને બારીક પીસી લો.
આ મસાલાને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. શાકમાં તેનો જરૂર અનુસાર ઉપયોગ કરો.
મસાલો બનાવવાનો વીડિયો