main course
રેસ્ટોરન્ટ જેવું પંજાબી શાક પાલક પનીર બનાવવાની રીત
પાલક પનીર એક લોકપ્રિય શાક છે. પાલક અને પનીર બંને ખાવાથી ફાયદા થાય છે કારણ કે તે બંને પોષકતત્વોથી ભરપુર હોય છે. જે લોકો પાલક ખાવાનું પસંદ નથી કરતાં તેઓ પણ પાલક પનીરનું શાક સ્વાદ લઈને ખાતા હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ઘરે પાલક પનીરનું શાક બહાર જેવું બનતું નથી. તો આજે તમને રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર બનાવવાની રીત જણાવીએ.
પાલક પનીરનું શાક બનાવવાની સામગ્રી
બાફેલી પાલકની પ્યુરી – 1 કપ
પનીર – 150 ગ્રામ
ડુંગળી – 3 નંગ મોટી સમારેલી
લસણ – 4 થી 5 કળી
કસુરી મેથી – 2 ચમચી
લીલા મરચાં – 4 નંગ
ઘી – 2 ચમચી
તેલ- જરૂર અનુસાર
મીઠું સ્વાદ અનુસાર
ગરમ મસાલો – 1 ચમચી
ખાંડ – એક ચમચી
પાલક પનીરનું શાક બનાવવાની રીત
1. સૌથી પહેલા પાલકની પ્યુરી બનાવવા માટે બે ઝુડી પાલકની લઈ તેના પાન અલગ કરી ખુલ્લા તપેલામાં ગરમ પાણીમાં તેને 2 મિનિટ બાફી લેવી. ત્યારબાદ પાલકને ઠંડા પાણીમાં પલાળી દેવી. પાલક ઠંડી થઈ જાય પછી તેમાંથી પાણી કાઢી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી અને તેને ક્રશ કરી લેવી.
2. પાલક પનીરની ગ્રેવી બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળવી.
3. ડુંગળીનો રંગ બદલે એટલે તેમાં લસણ, લીલા મરચાં અને કસુરી મેથી ઉમેરી 5 મિનિટ કુક કરવું.
4. ત્યારબાદ ગેસ બંધ કરી સામગ્રીને ઠંડી કરી તેને મિક્સરમાં પીસી ગ્રેવી કરી લેવી.
5. અન્ય એક પેનમાં 4 ચમચી તેલ લઈ તેમાં ડુંગળીની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી. 1 મિનિટ તેને સાંતળી તેમાં પાલકની તૈયાર કરેલી પ્યૂરી ઉમેરવી.
6. પાલક અને ડુંગળીની ગ્રેવીમાં 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરવો અને બધી જ સામગ્રીને બરાબર સાંતળો.
7. મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરી દેવા. પનીર તમે તેલમાં સાંતળીને પણ લઈ શકો છો.
8. 5 મિનિટ બાદ તેમાં 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમા ગરમ પાલક પનીર રોટી અથવા રાઈસ સાથે સર્વ કરવા માટે તૈયાર છે.
પાલક પનીરનું શાક બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા પાલકની પ્યુરી બનાવવા માટે બે ઝુડી પાલકની લઈ તેના પાન અલગ કરી ખુલ્લા તપેલામાં ગરમ પાણીમાં તેને 2 મિનિટ બાફી લેવી. ત્યારબાદ પાલકને ઠંડા પાણીમાં પલાળી દેવી. પાલક ઠંડી થઈ જાય પછી તેમાંથી પાણી કાઢી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી અને તેને ક્રશ કરી લેવી.
પાલક પનીરની ગ્રેવી બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળવી.
ડુંગળીનો રંગ બદલે એટલે તેમાં લસણ, લીલા મરચાં અને કસુરી મેથી ઉમેરી 5 મિનિટ કુક કરવું.
ત્યારબાદ ગેસ બંધ કરી સામગ્રીને ઠંડી કરી તેને મિક્સરમાં પીસી ગ્રેવી કરી લેવી.
અન્ય એક પેનમાં 4 ચમચી તેલ લઈ તેમાં ડુંગળીની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી. 1 મિનિટ તેને સાંતળી તેમાં પાલકની તૈયાર કરેલી પ્યૂરી ઉમેરવી.
પાલક અને ડુંગળીની ગ્રેવીમાં 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરવો અને બધી જ સામગ્રીને બરાબર સાંતળો.
મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરી દેવા. પનીર તમે તેલમાં સાંતળીને પણ લઈ શકો છો.
5 મિનિટ બાદ તેમાં 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમા ગરમ પાલક પનીર રોટી અથવા રાઈસ સાથે સર્વ કરવા માટે તૈયાર છે.
પાલક પનીરનું શાક બનાવવાના વીડિયો