DESERT

ઘરે ફટાફટ બનાવો સ્વીટ શાહી ટુકડા, ફટાફટ નોંધી લો રીત

Published

on

શાહી ટુકડા ખૂબ જ ટેસ્ટી સ્વીટ છે. તેને બનાવવામાં દૂધ, ડ્રાયફ્રુટ અને બ્રેડનો ઉપયોગ થાય છે. આ વાનગી ખૂબ જ ઝટપટ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. આજે તમને શાહી ટુકડા બનાવવાની એકદમ પરફેક્ટ માપ સાથેની રીત જણાવીએ. આ રીત અને માપ સાથે તમે ઘરે શાહી ટુકડા બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે.

સ્વીટ શાહી ટુકડા માટેની સામગ્રી

બ્રેડ – 2 નંગ
દૂધ – 500 એમએલ
ખાંડ – 4થી 5 મોટી ચમચી
કસ્ટર્ડ પાવડર – એક ચમચી
કાજુ – 4થી 5 નંગ
બદામ – 4થી 5 નંગ
પિસ્તા – 4થી 5 નંગ
કેસર – જરૂર અનુસાર
તળવા માટે ઘી

સ્વીટ શાહી ટુકડા બનાવવાની રીત

1. સૌથી પહેલા એક પેનમાં દૂધ ગરમ કરવા મુકવું
2. એક વાટકીમાં કસ્ટર્ડ પાવડર લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી
3. દૂધ ઉકળે એટલે તેમાં કેસર ઉમેરવું.
4. તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ, પિસ્તા પણ ઉમેરવા.
5. દૂધ ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે હલાવતા રહેવું.
6. 5 મિનિટ બાદ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી 10 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દૂધને ઠંડુ કરી લેવું.
7. અન્ય એક પેનમાં ઘી ગરમ મુકી તેમાં બ્રેડની સાઈડ કટ કરી તેના ટુકડા કરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
8. સર્વિંગ પ્લેટમાં તળેલી બ્રેડ મુકી તેના ઉપર તૈયાર કરેલું દૂધ ઉમેરવું. ડ્રાયફ્રુટથી ગાર્નિસ કરી સર્વ કરવું.

સ્વીટ શાહી ટુકડા બનાવવાના સ્ટેપ્સ


સૌથી પહેલા એક પેનમાં દૂધ ગરમ કરવા મુકવું


એક વાટકીમાં કસ્ટર્ડ પાવડર લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી


દૂધ ઉકળે એટલે તેમાં કેસર ઉમેરવું.


તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ, પિસ્તા પણ ઉમેરવા.


દૂધ ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે હલાવતા રહેવું.


5 મિનિટ બાદ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી 10 મિનિટ ઉકાળી ગેસ બંધ કરવો.


અન્ય એક પેનમાં ઘી ગરમ મુકી તેમાં બ્રેડના ટુકડા કરી તળી લેવી.


સર્વિંગ પ્લેટમાં તળેલી બ્રેડ મુકી તેના ઉપર તૈયાર કરેલું દૂધ ઉમેરવું. ડ્રાયફ્રુટથી ગાર્નિસ કરી સર્વ કરવું.

સ્વીટ શાહી ટુકડા બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version