DESERT
ઘરે 2 જ મિનિટમાં ફટાફટ બની જાય છે આ ચોકલેટ શેક
ગરમીના દિવસોમાં રોજ કંઈક ઠંડુ ઠંડુ ખાવા કે પીવાની ઈચ્છા થાય છે. તેવામાં આ સમય દરમિયાન બાળકોને પણ વેકેશન હોય છે તેથી તેમની ડિમાંડ પણ વધી જાય છે. ત્યારે આજે તમને બાળકોનો ફેવરીટ એવો ચોકલેટ શેક ઘરે કેવી રીતે બનાવવો તેની રીત જણાવીએ. આ ચોકલેટ શેક 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે એટલે કે ગરમીમાં તમારે વધારે સમય કીચનમાં રહેવું પણ નહીં પડે.
ચોકલેટ શેક બનાવવાની સામગ્રી
દૂધ – 1 કપ
ચોકલેટ ક્યુબ – 1 ચમચી
ચોકલેટ ચિપ્સ – 1 ચમચી
ચોકલેટ સીરપ – 2 ચમચી
ચોકલેટ પાવડર (વીથ શુગર) – 4 ચમચી
છીણેલી ચોકલેટ – 1 ચમચી
વેનીલા આઈસક્રીમ – 1 સ્કુપ
ચોકલેટ આઈસક્રીમ – 2 સ્કુપ
ચોકલેટ શેક બનાવવાની રીત
1. ચોકલેટ શેર બનાવવા માટે મિક્સર જારમાં એક કપ દૂધ લેવું અને તેમાં ચોકલેટ સીરપ ઉમેરવું.
2. તેમાં વેનિલા આઈસક્રીમ અને ચોકલેટ આઈસક્રીમ ઉમેરવું
3. મિક્સર જારમાં ચોકલેટ ચિપ્સ, છીણેલી ચોકલેટ, ચોકલેટ ક્યુબ અને ચોકલેટ પાવડર ઉમેરવો.
4. બધી જ સામગ્રીને મિક્સરમાં બરાબર ચર્ન કરી લેવી.
5. શેક સર્વ કરવા માટે ગ્લાસને ચોકલેટ સીરપથી ડેકોરેટ કરવો.
6. ત્યારબાદ તેમાં શેક ભરી ઉપરથી ચોકલેટ ચિપ્સ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ શેક બનાવવાના સ્ટેપ્સ
ચોકલેટ શેર બનાવવા માટે મિક્સર જારમાં એક કપ દૂધ લેવું અને તેમાં ચોકલેટ સીરપ ઉમેરવું.
તેમાં વેનિલા આઈસક્રીમ અને ચોકલેટ આઈસક્રીમ ઉમેરવું
મિક્સર જારમાં ચોકલેટ ચિપ્સ, છીણેલી ચોકલેટ, ચોકલેટ ક્યુબ અને ચોકલેટ પાવડર ઉમેરવો
બધી જ સામગ્રીને મિક્સરમાં બરાબર ચર્ન કરી લેવી.
શેક સર્વ કરવા માટે ગ્લાસને ચોકલેટ સીરપથી ડેકોરેટ કરવો.
ત્યારબાદ તેમાં શેક ભરી ઉપરથી ચોકલેટ ચિપ્સ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ શેક બનાવવાનો વીડિયો