DESERT

ઘરે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવો ટેસ્ટી ચોકો લાવા કેક 

Published

on

જો તમે ડેઝર્ટ ખાવાના શોખીન છો તો આજે તમારા માટે દિવસ ખાસ છે. કારણ કે આજે તમને નાનાથી લઈ મોટાને ભાવે તેવી ચોકો લાવા કેક કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ.  તમે પરફેક્ટ માપ સાથે ઘરે સરળતાથી એગલેસ ચોકો લાવા કેક બનાવી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરે એગલેસ ચોકો લાવા કેક તૈયાર કરી શકો છો.

ચોકો લાવા કેક માટેની સામગ્રી

મેંદો – 1/2 કપ

દૂધ – 1/4 કપ

મેલ્ટેડ બટર – 1/4 કપ

બેકિંગ સોડા – 1/8 ચમચી

કંડેન્સ મિલ્ક – 1/4 કપ

બેકિંગ પાવડર – 1/4 ચમચી

મેલ્ટેડ ડાર્ક ચોકલેટ – 1/4 કપ

ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડના ટુકડા – જરૂર અનુસાર

ચોકો લાવા કેક બનાવવાની રીત

1. સૌથી પહેલા એક બાઉલમાં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લેવું. તેમાં કંડેન્સ મિલ્સ ઉમેરવું

2. તેમાં મેલ્ટેડ બટર અને દૂધ પણ ઉમેરી દેવું.

3. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.

4. બધી સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

5. કેકનું બેટર સારી રીતે મિક્સ કરી કેકના મોલ્ડને અડધું ભરવું.

6. મોલ્ડમાં કેકના બેટર ઉમર ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરો અને ફરીથી કેકનું બેટર ભરી દો.

7. કેક બેક કરવા માટે ઓવનને 10 મિનિટ માટે 170 ડિગ્રી પર પ્રીહિટ કરવું અને પછી આ તાપમાનમાં કેકને 10 મિનિટ માટે બેક કરો.

8. 10 મિનિટ પછી કેકને બહાર કાઢી ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરી સર્વ કરવી.

 

ચોકો લાવા કેક બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા એક બાઉલમાં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લેવું. તેમાં કંડેન્સ મિલ્સ ઉમેરવું

તેમાં મેલ્ટેડ બટર અને દૂધ પણ ઉમેરી દેવું.

બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.

બધી સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

કેકનું બેટર સારી રીતે મિક્સ કરી કેકના મોલ્ડને અડધું ભરવું.

મોલ્ડમાં કેકના બેટર ઉમર ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરો અને ફરીથી કેકનું બેટર ભરી દો.

કેક બેક કરવા માટે ઓવનને 10 મિનિટ માટે 170 ડિગ્રી પર પ્રીહિટ કરવું અને પછી આ તાપમાનમાં કેકને 10 મિનિટ માટે બેક કરો.

10 મિનિટ પછી કેકને બહાર કાઢી ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરી સર્વ કરવી.

ચોકો લાવા કેક બનાવવાનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version