Connect with us

starters

5 મિનિટમાં નવા સ્વાદ સાથે બનાવો મમરાની સ્ટીક

Published

on

મમરા એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. મમરામાંથી અલગ અલગ વસ્તુઓ બને છે. નાસ્તામાં વઘારેલા મમરા, મમરાની ભેટ, મમરાની ચટપટી જેવી સ્વાદિષ્ટ વેરાઈટી બનાવીને ખાઈ શકાય છે. આ સિવાય મમરામાંથી બનેલા લાડુ પણ તમે ખાધા હશે. પરંતુ આજે તમને મમરામાંથી અલગ જ વેરાઈટી બનાવતા શીખવાડીએ. મમરામાંથી બનતું સ્ટાર્ટર એટલે કે મમરાની સ્ટીક બનાવવાની રીત જણાવીએ.

મમરાની સ્ટીક બનાવવાની સામગ્રી

મમરા – એક મોટો બાઉલ
દહીં – એક વાટકી
ચણાનો લોટ – અડધી વાટકી
બાફેલું બટેટું – 1 ( મેશ કરેલું )
ઝીણી સમારેલી ડુંગળી – 1 નંગ
તલ અને સીંગદાણાનો ભુક્કો – અડધી વાટકી
ગાજરનું ખમણ – અડધી વાટકી
આદુ, લસણ, મરચાંની પેસ્ટ – 1 ચમચી
કોથમીર
કેપ્સીકમ – અડધી વાટકી
ચાટ મસાલો – 1 ચમચી
મરચું પાવડર – 2 ચમચી
હળદર – અડધી ચમચી
આમચુર પાવડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
મીઠું- સ્વાદ પ્રમાણે
તેલ

મમરાની સ્ટીક બનાવવાની રીત

1. સૌથી પહેલા મમરાને સ્ટેનરમાં લઈ તેને પાણીથી વોશ કરવા. પછી બધું જ પાણી નિતારી વોશ કરેલા મમરાને એક બાઉલમાં લેવા.
2. ત્યારબાદ મમરામાં દહીં ઉમેરવું અને બરાબર મિક્સ કરી 15 મિનિટ ઢાંકીને રાખી દેવું. 15 મિનિટ પછી તેને બરાબર મિક્સ કરો.
3. દહીં અને મમરાના મિશ્રણમાં મેશ કરેલું બાફેલું બટેટું અને ચણાનો લોટ ઉમેરવો અને બરાબર મિક્સ કરવું.
4. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને એક ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવી. બધી જ સામગ્રીમાં કેપ્સીકમ, તલ અને સિંગદાણાનો ભુક્કો, ગાજરનું ખમણ ઉમેરવું.
5. આ મિશ્રણમાં ચાટ મસાલો, મરચું પાવડર, હળદર, આમચુર પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરવું. આ મીશ્રણને હાથથી બરાબર મિક્સ કરવું.
6. ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી અને મિશ્રણમાંથી સ્ટીક બનાવી લેવી. સ્ટીકને થોડી પાતળી રાખવી જેથી તે બરાબર તળાઈ જાય. સાથે જ સાઈડ પર તેલ ગરમ મુકવું.
7. સ્ટીકને ગરમ તેલમાં તળવા માટે મુકવી. સ્ટીકને ફાસ્ટ ગેસ પર જ તળવી. સ્ટીકનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવી.
8. તૈયાર કરેલી સ્ટીકને કોથમીરથી ગાર્નિસ કરી અને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

મમરાની સ્ટીક બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા મમરાને સ્ટેનરમાં લઈ તેને પાણીથી વોશ કરવા. પછી બધું જ પાણી નિતારી વોશ કરેલા મમરાને એક બાઉલમાં લેવા.


ત્યારબાદ મમરામાં દહીં ઉમેરવું અને બરાબર મિક્સ કરી 15 મિનિટ ઢાંકીને રાખી દેવું. 15 મિનિટ પછી તેને બરાબર મિક્સ કરો.


દહીં અને મમરાના મિશ્રણમાં મેશ કરેલું બાફેલું બટેટું અને ચણાનો લોટ ઉમેરવો અને બરાબર મિક્સ કરવું.


ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને એક ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવી. બધી જ સામગ્રીમાં કેપ્સીકમ, તલ અને સિંગદાણાનો ભુક્કો, ગાજરનું ખમણ ઉમેરવું.


આ મિશ્રણમાં ચાટ મસાલો, મરચું પાવડર, હળદર, આમચુર પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરવું. આ મીશ્રણને હાથથી બરાબર મિક્સ કરવું.


ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી અને મિશ્રણમાંથી સ્ટીક બનાવી લેવી. સ્ટીકને થોડી પાતળી રાખવી જેથી તે બરાબર તળાઈ જાય. સાથે જ સાઈડ પર તેલ ગરમ મુકવું.


સ્ટીકને ગરમ તેલમાં તળવા માટે મુકવી. સ્ટીકને ફાસ્ટ ગેસ પર જ તળવી. સ્ટીકનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવી.


તૈયાર કરેલી સ્ટીકને કોથમીરથી ગાર્નિસ કરી અને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

મમરાની સ્ટીક બનાવવાનો વીડિયો

snacks

પૌઆમાંથી બનતો એક નવો જ નાસ્તો ‘પૌઆ બોલ્સ’

Published

on

By

રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું. જે તમે એક વાર બનાવશો તો બધા આંગળા ચાટી ચાટીને ખાશે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ છે અને ઝડપથી બની જાય છે. તો આ એકદમ નવો નાસ્તો બનાવવા માટેની રીત જોઈલો અને ઘરે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

પૌઆ બોલ્સ બનાવવા માટેની સામગ્રી

પૌઆ – 250 ગ્રામ
બાફેલા બટેટા – 2 નંગ
કોથમીર – 2 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 2 ચમચી
ઓરેગાનો – દોઢ ચમચી
ચીલી ફ્લેક્સ – 2 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – 2 ચમચી
ગરમ મસાલો – 2 ચમચી

પૌઆ બોલ્સ બનાવવાની રીત

1. સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.
2. ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.
3. ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
4. ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.
5. હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.
6. તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.
7. તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
8. તળેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.


ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.


ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.


ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.


હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.


તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.


તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.


બોલ્સને તળી ટીસ્યુ પેપર પર કાઢી લો.


તૈયાર કરેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચરણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાનો વીડિયો

Continue Reading

Trending